નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે જંબુસરના દરિયાકાંઠાના ગામોમાં વરસાદ પડ્યો - નિસર્ગ વાવાઝોડા ન્યૂઝ ભરૂચ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ લો પ્રેશરનાં પગલે નિસર્ગ વાવાઝોડું આકાર પામવા જઈ રહ્યું છે. જો કે તે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહી પરંતુ તેની અસર જોવા મળી રહી છે. જંબુસર તાલુકાના દરિયા કિનારાના ગામમાં બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગામડી તેમજ છીદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.