ખેડાના વિવિધ વિસ્તારોમાં મેઘ મહેર, ખેડૂતોમાં ખુશીની લહેર - gujarati news
🎬 Watch Now: Feature Video

ખેડાઃ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. સોમવારે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા બાદ સોમવારે ઠાસરા, સેવાલિયા, ડાકોર, મહુધા સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. મહત્વનું છે કે, જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા વાવેતર થઈ શક્યું નથી. આગામી દિવસોમાં વરસાદ થાય તો વાવેતર કરી શકવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે.