અરવલ્લીમાં અઠવાડીયાના વિરામ બાદ મેઘરાજાની રિએન્ટ્રી - ધનસુરા
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ એક અઠવાડીયાના બફારા અને ઉકળાટવાળા વાતવરણ પછી હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં શનિવાર રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 12 કલાકમાં જિલ્લાના ભિલોડામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, માલપુર, બાયડ અને ધનસુરામાં અડધો ઇંચ જ્યારે મોડાસામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાના તમામ ડેમમાં પાણી આવક થઇ રહી છે. જિલ્લાના માઝુમમાં 355 ક્યુસેક, મેશ્વોમાં 590 ક્યુસેક, વાત્રકમાં 350 ક્યુસેક અને વયડીમાં 330 ક્યુસેક પાણીની આવક થઇ છે.
Last Updated : Aug 30, 2020, 3:25 PM IST