ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ - #weatherdepartment
🎬 Watch Now: Feature Video

ખેડા: જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. કેટલાક દિવસના વિરામ બાદ હવામાન વિભાગની જીલ્લામાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી મેઘસવારી આવી પહોંચી હતી. હળવો વરસાદ થતાં લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાંજ સુધીમાં મહુધામાં 6 mm, કઠલાલમાં 4 mm, કપડવંજમાં 6 mm, ગળતેશ્વરમાં 2 mm અને ઠાસરામાં 10 mm વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લામાં તારીખ 8 અને 9 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ જીલ્લામાં આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી છે.