ભીમ અગિયારસના શુભ દિવસે ગોંડલ પંથકમાં શુકનનો વરસાદ - અમીવર્ષા
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં મંગળવાર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ અમીવર્ષા કરી હતી. ગોંડલ પંથકમાં દિવસ દરમિયાન ગરમી બાદ સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જે બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ભીમ અગિયારસના શુકનરૂપે અમીના છાંટણા વરસાવ્યા હતા.