અમરેલીમાં ખાંભાની સ્થાનિક નદીમાં પશુઓ તણાયા, રાયડી ડેમના દરવાજા ખોલાયા - Gujarati news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4400818-thumbnail-3x2-amreli.jpg)
અમરેલી: ખાંભા તાલુકાના નિંગાળા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ગામની બજારોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા. જેમાં ગામની સીમમાં ચરવા માટે ગયેલ પાલતુ ભેંસોને ગામના લોકો દ્વારા આડશ કરી લાવવામાં આવી તો એક ભેંસ અને ગાય પણ ડૂબી હતી. જેમાં લોકોએ ભેંસ-ગાયને પાણીમાંથી બહાર કાઢી હતી. ખાંભાના રાયડી ડેમના 3 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાયડી ડેમ નીચેના નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, પીંછડી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાંભા મામલતદાર, ટી.ડી.ઓ.સહિતના અધિકારીઓ રાયડી ડેમ પર પહોંચ્યા હતા.