અમદાવાદમાં કોરોના વાઈરસના કહેર વચ્ચે વરસાદના ધામા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઋતુચક્રમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. ભર ઉનાળે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જે વરસાદનો અણસારો આપતું હતું. છેલ્લા બે દિવસથી પાટણ, અંબાજી અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં ઠંડા પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો.આ પહેલા પણ અતિ વર્ષા અને અત્યારે કોરોનાવાઈરસના કારણે નુકસાની ભોગવી રહેલા ગુજરાતના ખેડૂતો પર હવે કમોસમી વરસાદથી પડયા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.તેથી ઉનાળુ પાકને પણ નુકસાન થવાની મોટી સંભાવના છે.