ETV Bharat / state

પાટણ ધારપુર કોલેજ રેગિંગ: તમામ 15 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર - PATAN DHARPUR COLLEGE

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર
આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 9:40 PM IST

પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલે બાલીસણા પોલીસે તમામ 15 આરોપીઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે મોબાઈલ કબજે કરવા, ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું છે કે નહીં તે સહિતના 5 જેટલા મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટમાં પોલીસે સાક્ષી અધિનિયમન કાયદા અનન્વયે સંયોગી પુરાવા એકત્ર કરવા ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે બંને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર (ETV Bharat Gujarat)

પોલીસે તમામ વિદ્યાર્થીઓની કરી પૂછપરછ
ખાસ છે કે, પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ મામલે ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ્સ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમની પોલીસે સોમવારે સાંજે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપીઓના વકીલે રેગિંગને નિર્દોષ મસ્તી ગણાવી
આ તમામ વિદ્યાર્થીઓનું આજે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. ત્યારે સાંજે તેઓને એડિશનલ સિવિલ કોર્ટમાં રજૂ કરાયા હતા અને પોલીસે 3 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન આરોપીઓના વકીલે કોર્ટમાં રેગિંગને નિર્દોષ મસ્તી ગણાવી હતી.

શું બની હતી સમગ્ર ઘટના?

માહિતી અનુસાર 16 નવેમ્બરની રાતે કોલેજ કેમ્પસના બોયઝ હોસ્ટેલના બ્લોક-બીમાં બીજા માળે કોમન રૂમમાં ઈન્ટ્રોડ્ક્શન માટે ભેગા થયા હતા. તે દરમિયાન રાત્રે આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ અનિલ મેથાણિયા અચાનક ચક્કર આવવાથી પડી ગયો હતો. અને સારવાર દરમિયાન તેનું મૃત્યું નીપજ્યું હતું. આ ઘટનાની જાણ રાતે 1 વાગ્યે મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહને કરવામાં આવી હતી. ઈન્ટ્રોડક્શન બાબતે બોલાવી સિનિયર્સ વિદ્યાર્થીઓએ અનિલને રાત્રિના સાડા આઠથી રાતના બારેક વાગ્યા સુધી સતત ઉભો રાખી રેંગિગ કરી હતી અને તે દરમિયાન તેને ચક્કર આવતા પડી ગયો હતો અને તેમાં તેનું મૃત્યું થયું હતું.

આ પણ વાંચો:

  1. જંબુસરઃ 7 મૃતકોની અંતિમયાત્રા નીકળતા 5 ગામ હિબકે ચઢ્યા, શુકલતીર્થ મેળામાં જતા થયો હતો ગમખ્વાર અકસ્માત
  2. સાવકી માતાએ ક્રૂરતાની તમામ હદ વટાવી, 8 વર્ષની બાળકીને એવી યાતના આપી કે જાણીને કોઈપણ હચમચી જાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.