વરસાદમાં વૃક્ષો ધરાશાયી થતા પોલીસ ટીમે જાતે વૃક્ષો હટાવ્યા - અરવલ્લી જિલ્લા
🎬 Watch Now: Feature Video
મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા હાઇવે રોડ ઉપર, રહીયોલ ફાટક પાસે ભારે વરસાદ અને પવનના કારણે ૮ થી ૧૦ વૃક્ષો રોડ ઉપર ધરાશાયી થયા હતા. જેના કારણે ટ્રાફિક જામ અને વાહનચાલકો, મુસાફરોને પરેશાની થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ હતી. ભારે વરસાદ ચાલુ હોવાથી અકસ્માતની ભીંતી હોવાથી અરવલ્લી હાઇવે ટ્રાફીક PSI જાડેજા ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી હતા અને તેમણે ટીમ સાથે વૃક્ષોને રોડ ઉપરથી જાતે હટાવ્યા હતા. PSI જાડેજાની ટીમે ટ્રાફિક નિયમન કરાવી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો. આ કામગીરીમાં જોડાઈને રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ પણ પોલીસની આ કામગીરીની સરાહના કરી હતી.