નવસારીની પૂર્ણાં નદી ભયજનક સપાટીની નજીક, તંત્ર એલર્ટ
🎬 Watch Now: Feature Video
નવસારી: જિલ્લામાં અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓ ભય જનક સપાટીની નજીક વહી રહી છે. નવસારી શહેરની જીવાદોરી સમાન પૂર્ણાંમાં પણ સુરતના મહુવા અને વાલોડ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના વિરાવળ પુલ નજીક પૂર્ણાં 21 ફૂટે પહોંચતા કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. પાલિકા દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કર્મચારીઓને સ્ટેન્ડ બાય કરાયા છે. જ્યારે જિલ્લામાં અગાઉથી જ એક NDRF ની ટીમ રાખવામાં આવી છે, જે તંત્ર સાથે સ્થિતિ પર નજર રાખી રહી છે.