અરવલ્લી: ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો 16 માર્ચથી પ્રારંભ - કૃષિ
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ ખેડૂતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણી શરુ થઈ રહી છે. આગામી 16 તારીખથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ઘઉંની ખરીદી માટે નોંધણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ઘઉંના ટેકાના ભાવે ખરીદી માટે 385 રૂપિયા પ્રતિ મણ નક્કી કર્યા છે. જેના માટે ખેડૂતો નોંધણી કરાવી રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભીલોડા, ધનસુરા, બાયડ અને ટીંટોઇ સબ યાર્ડ ખાતે ટેકાના ભાવે નોંધણી કરવાની કામગીરી ચાલી રહી છે.
Last Updated : Mar 13, 2020, 6:51 PM IST