કોરોના ઈફેક્ટ: જનતા કરફ્યૂને સમર્થન, પાટણ સજ્જડ બંધ - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video
પાટણ: વડાપ્રધાન મોદીની અપીલ પર આજે સમગ્ર દેશમાં લોકોએ જનતા કરફ્યૂ કર્યું છે. પાટણમાં પણ લોકોએ જનતા કરફ્યૂનો સપોર્ટ કર્યો છે. ગુજરાતમાં 18 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. પાટણમાં લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે. પાટણમાં બજારો, કોમ્પ્લેક્ષ જડબેસલાક બંધ રાખવામાં આવ્યાં હતા. લોકોએ સ્વયંભૂ જનતા કરફ્યૂનો કડક અમલ કર્યો હતો. શહેરના ત્રણ દરવાજાથી રેલવે સ્ટેશન સુધીની મુખ્ય બજાર, રાજમહેલ રોડ, દોશીવટ બજાર, ઝવેરી બજાર, વિવિધ કોમ્પ્લેક્ષ, સહિત હાઈવે પરની તમામ દુકાનો અને કોમ્પ્લેક્ષ બંધ રહેતા સમગ્ર શહેર સૂમસામ બન્યુ હતું.