અમદાવાદના રાણીપ ST સ્ટેન્ડમાં વર્તાઈ કરફ્યુની અસર
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસના 15થી વધુ પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. આ સાથે સાથે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ અને 25 તારીખ સુધી લોક ડાઉન કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતની વિવિધ ટ્રાન્સપોર્ટ સર્વિસ જેમકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી બસો, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ચાલતી બસ, ટ્રેન, એરલાઇન વગેરે પર આ વાઈરસના કારણે ખૂબ જ ગંભીર અસર પહોંચી છે. નોંધનીય છે કે, 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂની અપીલ કરતા ST નિગમના પણ તમામ કર્મચારીઓએ જનતા કરફ્યૂ પાડી છે, ત્યારે એક પણ પેસેન્જર રાણીપ ડેપો પર જોવા મળ્યો ન હતો.