અમદાવાદમાં જનતા કરફ્યૂ, BRTS સૂમસામ - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6501263-thumbnail-3x2-brts.jpg)
અમદાવાદ: વડાપ્રધાન મોદીની અપીલ પર આજે સમગ્ર દેશમાં લોકોએ જનતા કરફ્યૂ કર્યું છે. અમદાવાદમાં પણ લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે. ગુજરાતમાં 13 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. અમદાવાદના તમામ રસ્તાઓ સૂમસામ બન્યા છે. અમદાવાદમાં 2થી 5 ટકા જેટલા જ લોકો આજ રોજ બહાર નીકળી રહ્યા છે અને તે લોકો પણ ફક્ત ડૉક્ટર કે, જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે નીકળ્યા હોય તેવા જ લોકો છે. જનતા કરફ્યૂને પગલે એમટીએસ અને બીઆરટીએસ શનિવાર સાંજે 5 વાગ્યાથી બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે અને GSTRC પણ બંધ કરી દેવામાં આવી હતી.