વડોદરામાં કેન્દ્ર સરકારની રેલવે કામદાર વિરોધી નીતિઓ સામે વેસ્ટર્ન રેલ્વેના કામદાર સંગઠનોએ કર્યો વિરોધ
🎬 Watch Now: Feature Video
વડોદરા: કેન્દ્રની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયને ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકારની કામદાર વિરોધી નીતિ સામે આજરોજ પ્રદર્શન કર્યું હતું. ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયનના અધ્યક્ષ સંતોષ પવારની આગેવાનીમાં પ્રતાપ નગર ડીઆરએમ કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. વેસ્ટન રેલવે મજદૂર સંઘ દ્વારા સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે દેખાવો કરવામાં આવ્યા હતા. વેસ્ટન રેલવે મજદૂર સંઘે અગ્રણી શરીફખાનની આગેવાનીમાં રેલ મંત્રાલય દશેરા પહેલા બોનસની ચૂકવણી કરે તેવી માંગ સાથે ખાનગીકરણ, મોંઘવારી ભથ્થુ, નાઈટ ડ્યુટી એલાઉન્સ, નવી પેન્શન નીતિ રદ કરવાની માંગ સાથે દેખાવો કર્યા હતા.