રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહુવાની મુલાકાતે, પૂજ્ય મોરારી બાપુ સાથે કરી શુભેચ્છા મુલાકાત - Latest news of Bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગર: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) મહુવા પધાર્યા હોવાથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેમનાં રુટ પરના રોડનું કામ તથા ચાર હેલિપેડ, સરકારી સર્કિટ હાઉસનું કામ યુદ્ધના ધોરણે રીનોવેટ કરવામાં આવ્યું હતું. શુક્રવારે બોપરે 11:45 કલાકે રાષ્ટ્રપતિએ પોતાના સ્પેશિયલ કમાન્ડો દ્વારા 3 હેલિકોપ્ટર સાથે ચિત્રકૂટ ધામ ખાતે બનાવાયેલા હેલિપેડ પર ઉતરાણ કરી ચિત્રકૂટ ધામ ખાતે પહોંચી બહાર ઉતરી લોકોનું અભિવાદન જીલ્યું હતું અને પૂજ્ય મોરારી બાપુએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ બન્ને સ્પેશિયલ રૂમમાં બેઠક ગોઠવી ચર્ચાઓ કરી હતી. એ બાદ લગભગ બોપરે 1 વાગ્યે તેઓ પ્રસાદ લેવા કૈલાસ ગુરુકુળ ખાતે ગયા હતા. જ્યાં તેમણે સાદા ભોજનનો સ્વાદ માણી ભાવનગર ખાતે જવા રવાના થયા હતા.