ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદ દુલ્હનની જેમ સજાવાયું - 24 February 2020
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદવાદ આવવાના છે. ત્યારે અમદાવાદને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમમાં પણ કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દિવસે PM મોદી અને ટ્ર્મ્પ 22 કિલોમીટરની રેલીમાં જોડાવવાના છે. ત્યારે આ રેલીના રસ્તામાં આશરે 28 મંચ તૈયાર કરવામાં આવ્યાં છે. તેમજ શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં આશરે 10 હજારથી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. તેમજ મોટરે સ્ટેડિયમમાં કોરિડોર સુરક્ષા ત્રણ લેયરમાં ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત શહેરના આઠ રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યાં છે. સાથે એરપોર્ટ તરફ રસ્તાઓ પર અર્ધ લશ્કરી સેના તૈનાત કરવામાં આવી છે.