ગોધરામાં વિઘ્નહર્તાના આગમનની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો - ગણેશ મહોત્સવ
🎬 Watch Now: Feature Video
ગોધરા:પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભાદરવા સુદ-4 થી શરૂ થતા ગણેશ મહોત્સવને લઈ ગણેશ મંડળોએ શ્રીજીના આગમનની પૂર્વ તૈયારી આરંભી દીધી છે.દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે.જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ગણેશભકતોમાં પણ શ્રીજીના આગમનને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.જેને લઈ ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તાના આગમન પૂર્વની તૈયારીને આખરી ઓપ આપવમાં આવી રહ્યો છે.જેમાં મંડળો દ્વારા શ્રીજીને વાજતે ગાજતે આવકારવામાં આવે છે. શહેરના લાલબાગ મંદિર ખાતેથી ભાટવાડા યુવક મંડળની શ્રીજી પ્રતિમાની વાજતેગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.ગણપતિ બાપા મોરયાના ગગનભેદી નારા સાથે ઝુમી ઉઠયા હતા. શોભાયાત્રા વાજતે ગાજતે ભાટવાડા ખાતે પહોંચી હતી, જયાં ગણેશભકતોએ શ્રીજીના વધામણા કર્યા હતા. બીજા અન્ય ગણેશ મંડળોએ પણ શ્રીજીની નાની મોટી પ્રતિમા લાવવા શોભાયાત્રાનું આયોજન કર્યું છે.ચાલુ વર્ષે ગણેશ મહોત્સવને અનુલક્ષીને ગોધરામાં નીકળનારી વિસર્જન યાત્રાને લઈને વહીવટીતંત્ર દ્વારા બેઠકોનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે.