અમદાવાદ-ટ્રમ્પના આગમનને લઈને એરપોર્ટ પર તડામાર તૈયારીઓ... - namste trump
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધીના તમામ રુટ પર અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટથી લઈને સમગ્ર રોડ શૉના રુટ પર એટલે કે મોટેરા સ્ટેડિયમ સુધી રોડ- રસ્તા નવા બનાવીને ફૂટપાથ પર કલર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રોડ શૉ ના રૂટની આસપાસની દીવાલો પર અલગ અલગ પ્રકારના પેંટિંગ્સ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. સમગ્ર તૈયાયરીઓનું નિરીક્ષણ અમદાવાદ પોલીસ, કોર્પોરેશન અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.