સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી અંગેની પૂર્વ તૈયારીઓ, જુઓ વીડિયો - gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3355396-thumbnail-3x2-sur.jpg)
સુરેન્દ્રનગર: આવતીકાલે લોકસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી અને ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતગણતરી સુરેન્દ્રનગરના શહેરમાં આવેલી એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં થવાની છે. સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે 7 વિધાનસભા સીટ આવેલ છે સાથે ધ્રાંગધ્રા વિધાનસભા સીટ થયેલ ચૂંટણી માટે પણ મત ગણતરી થશે. આવતી કાલે સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. જેની અંદર 1200 જેટલા કર્મચારીઓ આ મત ગણતરીમાં છે સાથે 600 જેટલા પોલીસ કર્મચારીઓ પણ હાજર રહેશે. વિધાનસભા દીઠ મત ગણતરી કરવામાં આવશે જે માટે 12 ટેબલ ઉપર મત ગણતરી કરવામાં આવશે. સાથે પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલમાં ચાર ટેબલ ઉપર ગણતરી કરવામાં આવશે. જ્યારે ધ્રાંગધ્રા વિધાનસભા સીટ માટે છ ટેબલ ઉપર ગણતરી કરવામાં આવશે ટોટલ 212 રાઉન્ડમાં આ લોકસભાની સીટ ની ગણતરી કરવામાં આવશે સાથે ધ્રાંગધ્રા વિધાનસભા ના 55 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે.