ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદને પગલે વીજપુરવઠો ખોરવાયો, ઉભા પાકને નુકસાન - power cut in dang district
🎬 Watch Now: Feature Video
ડાંગ: છેલ્લા 4 દિવસથી ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. મંગળવારે સાપુતારાના તળેટીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણીની રેલમછેલ ફરી વળી હતી. નડગચોન્ડ ગામમાં વાવાઝોડાની સાથે વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ ભારે વરસાદથી સાપુતારાના તળેટીય વિસ્તારો અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં વીજવીજપુરવઠો ખોરવાયો હતો. આ સાથે જ ડાંગર અને નાગલીના પાકને પણ મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે.