પોરબંદરના લોકોમાં જાગૃતિનો આભાવ, લોકડાઉન હોવા છતાં લોકો નીકળે છે ઘરની બહાર - પોરબંદર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ કોરોના વાઈરસના પગલે ગુજરાતભરમાં હાલ 33 જેટલા સંખ્યા પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી પોરબંદર જિલ્લામાં પણ કલેકટર દ્વારા કડક કાર્યવાહીની સૂચના પણ અપાઈ છે. છતાં લોકોમાં હજુ પણ જાગૃતિનો અભાવ હોય તેમ બહાર નીકળી રહ્યા છે અને સતર્કતા દાખવી રહ્યા નથી.જેના કારણે પોલીસને લોકોને રોકીને દંડ કરી કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે.