પોરબંદર પોલીસે ઘરફોડ ચોરી અને ચીલ ઝડપના 11 ગુનાનો ભેદ ઉકેલ્યો
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ SOG અને પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસને બાતમી મળી હતી કે, સાલ 2012માં જામનગરમાં ડબલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલા આરોપીને પેરોલ રજા પરથી ફરાર વ્યક્તિ તેના સાગરિત સાથે પોરબંદર દાગીના વેચવા આવ્યો છે. તેથી પોરબંદરની ગોઢાણીયા કોલેજ પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે ઇસમોને બાઈક સાથે ઝડપી લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન તેમની પાસેથી આધાર બિલ વગરના સોનાના દાગીના મળી આવ્યા હતા. જે કારણે પોલીસે આ બન્ને ઇસમો રસિક પરમાર જે અગાઉ 2012માં જામનગર ડબલ મર્ડરની સજામાં પેરોલ રજા પરથી ફરાર થઇ ગયો હતો અને યોગેશ આરંભડિયાની સઘન પૂછપરછ કરી હતી. જેમાં પોરબંદરમાં થયેલી અલગ-અલગ 11 જેટલી ચીલ ઝડપ અને ઘરફોડ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.