પોરબંદરમાં બિન સચિવાલય પરીક્ષા રદ થતા NSUIએ મીઠુ મોઢું કરાવ્યું - latest news in Porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ સુરેન્દ્રનગરના પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિ જણાતા NSUI સહિત અનેક યુવા સંગઠનો દ્વારા પરીક્ષા રદ કરવા માટે છેલ્લા એક મહિનાથી લડત ચલાવી હતી. ગાંધીનગરમાં આંદોલનો પણ યુવાનોએ કર્યા હતા. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ બિન સચિવાલય પરીક્ષામાં SITની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ SITના રિપોર્ટના આધારે રાજ્ય સરકારે બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનું માન્યું હતું. આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેતા NSUI તથા યુવાનોની જીત થઈ હતી અને આ અંગે ખુશી વ્યક્ત કરતા મંગળવારે પોરબંદરના રાણી બાગ વિસ્તારમાં NSUI પોરબંદરની ટીમ દ્વારા પેંડા ખવડાવી લોકો તથા વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવ્યું હતું.