કોરોના ઈફેક્ટ: 31 માર્ચ સુધી પોરબંદર-ભાણવડ અને મહુવા-રાજુલા લોકલ ટ્રેન રદ કરાઈ - પોરબંદર સમાચાર
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ ભાવનગર મંડળની બે લોકલ ટ્રેન 31 માર્ચ સુધી રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યાત્રીઓમાં ઘટાડાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ગાડી નંબર 59243/59244 મહુવા-રાજુલા સીટી મહુવા લોકલ ટ્રેન 20 માર્ચથી 31 માર્ચ 2020 સુધી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાડી નંબર 59215/59216 ભાણવડ- પોરબંદર- ભાણવડ લોકલ ટ્રેન 20 માર્ચથી 31 માર્ચ 2020 સુધી રદ કરવામાં આવી છે. યાત્રીઓને અસુવિધા બદલ રેલ પ્રસાશન દ્વારા ખેદ વ્યક્ત કરાયો છે. વધુ માહિતી માટે અને અપડેટ માટે 139 પર કોલ કરવા અને વેબસાઈટની મુલાકાત લેવા રેલવે અધિકારી અને વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક ભાવનગર પરાની એક યાદીમાં જણાવ્યું હતું.