'કદાવર નેતા' વિઠ્ઠલભાઇ રાદડિયાની રાજકીય સફર... - વિઠ્ઠલભાઇ રાદડિયા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 30, 2019, 10:03 AM IST

અમદાવાદઃ જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન, પૂર્વ પ્રધાન અને ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું સોમવારે સવારે 61 વર્ષની વયે નિધન થયું હતું. અને તેમની અંતિમવિધિ મંગળવારે યોજાવાની છે. જેમના નામની આગળ કોઇ વિશેષણોની જરૂર નથી, તેમના નિધનથી પટેલ સમાજ અને ખેડૂતોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેના પારિવારીક અને રાજકીય જીવનમાં સતત સંઘર્ષો આવ્યા હતા. પરંતુ વિઠ્ઠલભાઈ દરેક ચડાવ-ઉતારને માત આપી જીવનમાં સતત આગળ વધ્યાં હતા. ભાજપ હોય કે કોંગ્રેસ વિઠ્ઠલભાઈ દબંગ નેતાની છાપ ધરાવતા હતા. વિઠ્ઠલભાઇએ B.A સુધીનો અભ્યાસ કર્યો હતો. ખેતી અને સમાજ સેવા જીવનના પાયામાં રહ્યા હતા. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન નાથદ્વારા, દ્વારકા, હરિદ્વાર, મથુરા, દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી હતી. જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર બનાવી હતી. આ સિવાય જે-તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટું સ્વપ્ન સેવી લડતના મંડાણ કર્યા હતા. તેમનું અવસાન થતા આજે ભાજપ સહીત કોંગ્રેસના નેતાઓ પણ આજે તેમની ઉપસ્થિતિ ન રહેતા તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી, તો ચાલો રાજકારણમાં મોટું નામ ધરાવતા કદાવર નેતા વિઠ્ઠલભાઇની રાજકીય સફર પર કરીએ એક નજર...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.