મોરબીમાં પોલીસ અધિકારીઓએ શસ્ત્રપૂજન કરી દશેરાની ઉજવણી કરી - મોરબી જિલ્લા પોલીસ પરિવારે શસ્ત્ર પૂજન વિધિ કર્યું
🎬 Watch Now: Feature Video
મોરબી: અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કરવામાં આવતું હોય છે. રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે રેલી યોજીને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મોરબી જિલ્લા પોલીસ પરિવારે પણ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી. જેમાં જિલ્લા SP ડૉ.કરનરાજ વાઘેલા, Dysp ચૌધરી, Dysp પઠાણ, મોરબી સીટી A- ડિવિઝન PI આર.જે.ચૌધરી, વાંકાનેર સીટી PI એચ.એન રાઠોડ અને તાલુકા PSI એમ.વી.પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું. તે દરમિયાન જિલ્લા SPએ શહેર અને જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાય રહે તેવી પ્રાર્થના કરી હતી.