ભરૂચમાં ક્રિકેટ રમી રહેલા યુવાનોને પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ઝડપી પાડ્યા - ત્રીજા તબક્કાનું લોક ડાઉન
🎬 Watch Now: Feature Video

ભરૂચઃ કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા દેશમાં ત્રીજા તબક્કાનું લોક ડાઉન ચાલી રહ્યું છે અને જિલ્લામાં કલમ 144 લાગુ છે. ત્યારે ભરૂચ નજીક નર્મદા નદી કિનારે કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. ભરૂચ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે, ત્યારે ડ્રોન કેમેરામાં ક્રિકેટ રમતા યુવાનો પણ ઝડપાઈ ગયા હતા, જો કે પોલીસનું ડ્રોન જોઈ 15થી વધુ યુવાનો ભાગ્યા હતા, પોલીસે તેઓની અટકાયતના ચક્રોગતિમાન કર્યા છે.