રાજકોટમાં પોલીસ ડ્રાઇવ દરમિયાન દેશીદારૂની નદીઓ વહી, જુઓ વીડિયો - new in Rajkot police
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ગુજરાત પોલીસવડાએ રાજ્યમાં દારૂબંદીના કાયદાનો કડક અમલ કરવાનો આદેશ આપ્યો છે, ત્યારે રાજકોટ પોલીસ દ્વારા થોરાળા વિસ્તારમાં દેશીદારૂને લઈને મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 5200 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને 65 લીટર જેટલો દેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. દેશીદારૂની ડ્રાઈવ દરમિયાન દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં હતાં. જ્યારે દેશી દારૂ વહેંચતા પાંચ ઇસમોને પણ પોલીસે કાર્યવાહી દરમિયાન ઝડપી પડ્યાં હતાં.