ખંભાળીયામાં વાવાઝોડાને લઈ પોલીસ વિભાગે તકેદારીના ભાગ રૂપે દુકાનો બંધ રાખવા સૂચના આપી
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં વાવાઝોડાની અસરને લઈ ખંભાળીયા પોલીસ વિભાગ સજ્જ થયું છે અને વાવાઝોડાની અસર શરૂ થાય તે પહેલાં જ ખંભાળીયા શહેરમાં તમામ વેપારીઓને દુકાનો બંધ કરી દેવા સૂચના અપાઈ છે. પોલીસ વિભાગ શહેરના તમામ રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી વેપારીઓને અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાની સંભાવનાને લઈ તંત્ર કોઈ પણ જાતની જાનહાની ન થાય તે માટે તમામ તકેદારીઓ રાખીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, હાલ વાવાઝોડાને લઈ પોલીસ વિભાગ દ્વારા તમામ વેપારીઓ તેના ધંધા-રોજગારો બંધ રાખી બિનજરૂરી બહાર જવાનું ટાળીને ઘરમાં રહે તે રીતે લોકોને અપીલ કરવામાં આવી છે.