લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોલીસ અને હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું - Police and Home Guard personnel voted in Limbdi
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. લીંબડી, ચૂડા અને સાયલા તાલુકાના અંદાજે 411 જેટલા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પેટા ચૂંટણી દરમિયાન ફરજ પર હોવાથી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પહેલા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ફુલ 497 પોલીસ અને હોમગાર્ડ જવાનો નોંધાયા હતા.