પંચમહાલ પોલીસ દ્વારા પ્લાઝ્મા ડોનેટ કરી લોકોની સુરક્ષા સાથે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે - Panchmahal Plasma Donate
🎬 Watch Now: Feature Video
કોરોના મહામારીમાં પ્લાઝમા દ્વારા અનેક કોરોના દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મળી છે. ત્યારે ગોધરાની રેડક્રોસ બ્લડબેન્ક ખાતે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ વિભાગના 3 મહિલા પોલીસકર્મી સહિત 11 પોલીસકર્મીઓએ જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલની ઉપસ્થિતિમાં પ્લાઝમા ડોનેટ કરીને અન્ય કોરોના દર્દીઓના જીવ બચાવવા માટે નેમ લીધી હતી. કોરોનાને માત આપી સાજા થયેલા વ્યક્તિઓ પ્લાઝમા ડોનેટ કરીને અન્ય દર્દીઓના જીવ બચાવે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને બ્લડબેંક દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.