પંચમહાલના શહેરામાં 'વારસાઇ ઝુંબેશ' કાર્યક્રમનું આયોજન કરાયું - Panchmahal news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 31, 2019, 10:35 AM IST

પંચમહાલ: જિલ્લાના શહેરા ખાતે મામલતદાર કચેરી ખાતે મંગળવાર વારસાઈં ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ખાતાધારકો વારસાઇ કરાવા માટે આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય, મામલતદાર, સહિતના પદાધિકારીઓ તેમજ ખેડૂત ખાતેદારો હાજર રહ્યા હતા. તાલુકામાં રહેલા ખેડૂત ખાતેદારોની વારસાઇના બાકી રહેલી નોધણી માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા વારસાઈની નોંધ માટે શહેરા તાલુકાની ગ્રામીણ વિસ્તારમાંથી ખેડૂતો આવ્યા હતા. 1758 કેસો પૈકી 480 કેસોની વારસાઈ કરવામાં આવી હતી. અન્ય બાકી રહેલા કેસોની પણ વારસાઇ પૂર્ણ કરી દેવામાં આવશે. આ વારસાઇ ઝુંબેશ કાર્યક્રમમાં મામલતદાર મેહૂલ ભરવાડ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.