સુરત: BRTS સિટી બસની અડફેટે યુવકનું મોત, લોકો રોષે ભરાયા - Accident news
🎬 Watch Now: Feature Video
સુરતઃ પુણા APMC માર્કેટ નજીક BRTS રૂટમાં સિટી બસ અડફેટે લેતા ઘટના સ્થળે જ યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. યુવકના મોત બાદ લોકો રોષે ભરાયા હતા. લોકોએ બસમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 108ના ઈએમટી અને પાઇલોટને મારવાનો પ્રયાસ કરાયો હતો. મૃતદેહ કેમ પોલીસને હેન્ડ ઓવર કર્યો કહીં 108ની પીસીઆર બુક પણ ફાડી નખાઈ હતી. ભયભીત થયેલા 108ના બન્ને કર્મચારીઓએ જીવ બચાવવા માટે પોલીસ વાનમાં સંતાઈ ગયા હતા.પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. જયારે ઇજાગ્રસ્ત બીજા યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતકને બારડોલીના આશિયાના નગરના રહેવાસી હતો. 20 વર્ષીય પરવેઝ રઝાક રાઈ છૂટક મજૂરી કરી પરિવારનો ગુજરાન ચલાવતો હતો. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.