હેલ્મેટ પહેરીને લોકોએ આદ્યશક્તિની ઉપાસના કરી - Orissa society Wearing a helmet
🎬 Watch Now: Feature Video
સુરત: અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતા ઓરિસ્સા સમાજના લોકોએ માતા જગદંબાની અનોખી રીતે આરાધના કરી હતી. લોકોએ હેલ્મેટ પહેરીને આદ્યશક્તિની ઉપાસના અને હવન કર્યો હતો. તેમજ લોકોને નવા ટ્રાફિક કાયદા અંગે જાગૃત કર્યા હતા. અહીં પંડિતથી લઈ ભક્તો સુધીના સૌ માથાં પર હેલ્મેટ પહેરીને મંત્રોચાર કરતા નજરે પડ્યા હતા. લોકો પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરે એ હેતુથી નવરાત્રીના પર્વમાં લોકોને જાગૃત કરવા આ રીતે પૂજા અર્ચના કરાઈ હતી.