સંતરામપુરમાં MGVCLના કર્મચારીનું વીજ કરંટથી મોત મામલે ગ્રામજનોએ ધરણા કર્યા - સંતરામપુરમાં ગ્રામજનોના ધરણા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5462065-thumbnail-3x2-msr.jpg)
મહીસાગરઃ જિલ્લાના સંતરામપુરના ખેડાપા ગામે શનિવારે MGVCLના કર્મચારીનું થાંભલા પર કરંટ લાગતા મોત થયું હતું. જેને લઇને મૃતકના પરિજનો તેમજ ગ્રામજનોએ વીજ કંપનીની બેદરકારી ગણાવી MGVCL કચેરી પર ધરણા કર્યા હતા અને વીજ કંપની વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. પરિજનોનો આરોપ હતો કે, દુર્ઘટનાસ્થળે કોઇ જવાબદાર કર્મચારી હાજર ન હતો, ન તો કોઇ પોલીસ કાર્યવાહી થઇ કે વીજ કંપનીએ કોઇ કાર્યવાહી કરી. સમગ્ર બાબતે સંતોષકારક જવાબ કે સહયોગ ન મળતા જેથી આદિવાસી ગ્રામજનોએ જવાબદાર MGVCLના અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.