ભુજના લોકોએ આરોગ્ય સેતુ એપને અનલોક-2માં સૌથી વધુ ફાયદાકારક જણાવ્યું
🎬 Watch Now: Feature Video
કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન બાદ હવે અનલોક-2 શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ETV BHARATએ ભુજના લોકોને આરોગ્ય સેતુ એપ અંગે પૂછ્યું હતું. જેમાં ભુજના યુવાનો, વેપારીઓ અને નોકરિયાત વર્ગે એક સૂરે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આરોગ્ય સેતુ એપ વડે તે તમામ લોકો આસપાસમાં સંક્રમિત વ્યક્તિ અંગે સચોટ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત સમયાંતરે એપ દ્વારા જે પ્રશ્નોત્તરી અને માહિતી માંગવામાં આવે છે, તેના પગલે પોતાની સ્વસ્થતા માટે પણ ચિંતા દૂર થાય છે. આ સાથે જ ભુજના લોકોએ આરોગ્ય સેતુ એપનો ભરપૂર ઉપયોગ કરીને અનલોક-2માં ધમધમી રહેલા ધંધા-રોજગાર સાથે પોતાના સ્વાસ્થ્ય માટે પણ જાગૃત રહેવા જણાવ્યું હતું.