પોરબંદરમાં જનતા કરફ્યૂમાં સહકાર બદલ થાળી શંખનાદ કરી અભિવાદન કરાયું - latestgujaratinews
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6508686-252-6508686-1584890615901.jpg)
પોરબંદર: 22 માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ જનતા કરફ્યૂ રાખવાનું એલાન કર્યું હતું. ત્યારે આ જનતા કરફ્યૂમાં તમામ લોકોને ઘરમાં રહેવા જણાવ્યું હતું. આ ઉપરાંત જનતા કરફ્યૂ દરમિયાન સેવા બજાવતા તબીબી પોલીસ તથા અનેક સેવાકીય વિભાગના લોકો કે જે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. તેઓ માટે અભિવાદનના ભાગરૂપે આજે પોરબંદરના તમામ લોકોએ ઘર બહાર નીકળીને થાળી વગાડી અને શંખનાદ નાદ કર્યા હતા. પોરબંદરના સત્યનારાયણ મંદિર સહિતના મંદિરોમાં આરતી પણ કરવામાં આવી હતી. આમ લોકોએ જનતા કરફ્યૂમાં સહકાર આપી કોરોના વાઇરસ સામે લડવાનું આનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.