સુરતમાં યુવતીની છેડતી કરનારને લોકોએ ઢોર માર માર્યો - સુરત ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
સુરતછ સુરતના લીંબાયત મારુતિ નગર પાસે આવેલી નગર પ્રાથમિક શાળા નજીક યુવતીની છેડતી કરનાર રોમિયોની ધોલાઈ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોમાં એટલે હદે રોષ હતો કે, પોલીસની હાજરીમાં લોકોએ યુવાનની ધોલાઈ કરી રહ્યાં હતાં. જે બાદમાં પોલીસે માંડ આરોપીને ટોળાથી છોડાવી તેને લીંબાયત પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ થયો છે.