એક ગામ એવુ પણ છે કે જ્યાં લોકોને પતંગ ચગાવવા પર છે પ્રતિબંધ - Fatehpura village
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે. પરંતુ ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં ઉતરાયણના દિવસે પતંગ ચગાવવા પર દંડ કરવામાં આવે છે. બનાસકાંઠાના જિલ્લાના ધાનેરામાં આવેલા ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા પર ગામલોકોએ પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. વર્ષોથી આ ગામનો કે અન્ય ગામ નો યુવાન અહી પતંગ ચગાવા આવી શકતો નથી.