હાલોલમાં આસો નવરાત્રીના પાંચમા નોરતે ગરબાની ધૂમ... - panchmahal
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ હાલોલમાં ગરબા તથા શેરી-ગરબાનુ આયોજન કરવામા આવ્યુ છે. પાર્ટી પ્લોટ અને મોટા મેદાનોમાં ગરબા રમવાનાં મોહમાં ગુજરાતની આગવી ઓળખ એવા શેરી-ગરબા લૂપ્ત થઈ રહ્યા છે. નવરાત્રીમાં ખાસ કરીને ભક્તો માતાજીની સ્થાપના કરી ગરબે ધુમી માતાજીને રિઝવવાનો પ્રયાસ કરતા હોય છે, ગાંધી ચોકમાં વૃદાંવન રાસ ગરબા ગ્રુપ, ફુલાભાઈ પાર્કમાં જય માતાજી ગ્રુપ, દર્પણ સોસાયટી ખાતે માઁ ગ્રુપ નવરાત્રી, ધવલ પાર્કમાં માઈ મંદિર ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોકસી બજાર ખાતે સોની સમાજ અને સ્ટેશન રોડ પર આવેલ સોનવાડી ફળિયામાં શેરી ગરબાનું આયોજન કરવામા આવ્યુ છે. દેશ વિદેશમાં જાણીતા ગુજરાતના શેરી ગરબાનું આયોજન હવે જૂજ માત્રામાં થવાથી હાલ શેરી ગરબા લૂપ્ત થઈ રહ્યા છે.