છોટા ઉદેપુરમાં શાંતિપૂર્ણ મતગણતરીની શરૂઆત શરૂ, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપર ખોલવામાં આવ્યા - District and Taluka Panchayat elections in Gujarat
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર: રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ માટે આજે મંગળવારે મતગણતરી હાથ ધરાઈ છે. છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, સંખેડા, નસવાડી, કવાંટ 6 સ્થાનો પરથી મતગણતરી શરુ થઈ ગઈ છે. છોટા ઉદેપુરમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો અને 6 તાલુકાની 140 બેઠક માટે 6 જગ્યાએ કોવિડ-19 ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપર ખોલવામાં આવ્યાં હતાં.