પાટણઃ ચવેલી ગામલોકોએ માજી મહિલા સરપંચના પતિ વિરોધ આપ્યું આવેદન - જિલ્લા વિકાસ અધિકારી
🎬 Watch Now: Feature Video
પાટણ: ચાણસ્મા તાલુકાના ચવેલી ગામમાં સરકારની વિવિધ યોજનાઓમાં અરજદારો પાસેથી માજી મહિલા સરપંચના પતિ દ્વારા રોકડ રકમની માંગણી કરવામાં આવતી હોવાના મામલે ગ્રામજનોએ ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. ગામમાં પણ આંબેડકર આવાસ યોજના સહિતની અન્ય યોજનાઓની કામગીરી ચાલી રહી છે અને ગામલોકો આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભર્યા છે. આ માટે ગામના માજી મહિલા સરપંચના પતિએ અરજદારો પાસેથી કામ કરવાના નામે પૈસા લઈ કામ નહીં કરતા માજી મહિલા સરપંચના પતિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવશે.