ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજ દેસાઈએ ભાજપની લીડને વધાવી, જુઓ પ્રતિક્રિયા... - kheda
🎬 Watch Now: Feature Video
ખેડાઃ ખેડા લોકસભા બેઠક માટે ચાલી રહેલી મતગણતરીમાં ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ભારે બહુમતીથી આગળ ચાલી રહ્યા છે ત્યારે તેને લઇ ભાજપમાં ઉત્સાહનું મોજું ફેલાયું છે. ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજ દેસાઈએ ભાજપની લીડને વધાવી ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.ખેડા લોકસભા બેઠક પર ભાજપની જીત અપેક્ષિત ગણાવતા વિધાનસભા દંડક પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડામાં છેવાડાના વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે દેવુસિંહ સતત પ્રયત્નશીલ છે. તેમજ વ્યાપક સંપર્ક અને વિકાસ કાર્યો ને લઈને ભાજપની જીત નિશ્ચિત જ હતી તેમ તેમણે જણાવ્યું હતું.