અંબાજી મંદિરની પવિત્રતા માટે કરાઈ પક્ષાલન વિધિ, મેળાના ચોથા દિવસે કરવામાં આવે છે આ વીધી - અંબાજી મંદિર સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4473573-thumbnail-3x2-hd.jpg)
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પૂનમનાં મેળા બાદ આજે અંબાજી મંદિરની 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલનવીધી ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 268 વર્ષથી આ વીધી સાથે સંકળાયેલાં છે. આ વીધીમાં અંબાજી મંદિર પરીષરને પાણીથી ધોવામાં આવે છે, અને માતાજીનાં શણગારના સોંના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્ર જળથી ધોવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઇ વક્તે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીના હારનાં નામે માતાજીને પહેરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ભાદરવી પૂનમનાં મેળાં દરમિયાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છે. આ યાત્રીકોની રસ્તામાં કોઇ પવિત્રતા ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિરની પવિત્રતાં જાળવવાં ખાસ પ્રક્ષાલન વીધી કરવામાં આવે છે.