ભરૂચના આલિયાબેટ પર રહસ્યમય રીતે 50થી વધુ ઘેટાના મોત - Eliabat
🎬 Watch Now: Feature Video
ભરુચ : અરબીસમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ નિર્જન ભરૂચના આલિયાબેટ પર 50થી વધુ ઘેટાના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આલિયાબેટ પર કચ્છી સમાજના લોકો વસવાટ કરે છે. આલિયાબેટની ક્ષારયુક્ત જમીન ઘેટાને માફક આવતી હોવાથી ઘેટાને આલિયાબેટ પર ચરવા લાવવામાં આવે છે. આજે પણ 50 થી 100 ઘેટાનું ઝુંડ આલિયાબેટ પર ચરવા આવ્યું હતું. જેમાં મોટા ભાગના ઘેટાના મોત નિપજ્યા છે.રહસ્યમય રીતે ઘેટાના મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘેટા ચરી રહ્યાં હતા. એ દરમ્યાન કેટલાક શ્વાને હુમલો કરતા ઘેટાઓમાં નાસભાગ મચી હતી. જેના કારણે 100 જેટલા ઘેટાના મોત નિપજ્યા છે.