કાંકરિયા કાર્નિવલમાં ઓસ્માન મીરના સુર પર ઝૂમ્યા અમદાવાદીઓ - કાંકરિયા કાર્નિવલ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ AMCદ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા કાંકરિયા કાર્નિવલમાં લોકોનો રોજે રોજનો જમાવડો હોય છે. અંદાજીત 25 લાખથી વધુ લોકો આ કાર્નિવલને માણવા માટે આવે છે. લાઇટ્સ અને મ્યુઝિક વચ્ચે કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે ડેકોરેશન તથા આતશબાજી, સ્ટેજ પરફોર્મન્સ થાય છે. આ વર્ષે ઠંડી વધારે હોવા છતાં લાખોની જનમેદની એકઠી થઈ રહી છે. સોમવારના રોજ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. તો બીજી બાજુ લોકગાયક કલાકાર ઓસ્માન મીરે પોતાની આગવી શૈલીમાં લોકોને ડોલાવ્યા હતા, ત્યારે અમદાવાદના મેયર બીજલ પટેલ અધિકારીઓ હાજર રહ્યા હતાં.