જામનગર: NCCની પાંચ દિવસની શિબિરનું આયોજન, પસંદગી પામેલા વિદ્યાર્થીઓ દિલ્હી પરેડમાં લેશે ભાગ - કોરોના મહામારી
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં રવિવારથી સત્ય સાંઈ સ્કૂલ ખાતે NCC શિબિર યોજવામાં આવી છે. NCC શિબિરમાં જુદા જુદા પાંચ શહેરના 50 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તમામ વિદ્યાર્થીઓને પાંચ દિવસ સુધી NCCના અધિકારીઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. ઉમદા દેખાવ કરનારા વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે 26 જાન્યુઆરીએ યોજાનારી પરેડમાં તક આપવામાં આવશે. જામનગર NCCના CEO એમ. કે. બક્ષીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને NCC કેડેટ્સ સંક્રમિત ન થાય તે માટેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.