ડાયમંડ અને કાપડ ઉદ્યોગના માલિકને પોતાના કર્મચારીનો રેપિડ ટેસ્ટ પોતાના ખર્ચે કરવા આદેશ - સુરતમાં રેપિડ ટેસ્ટ
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરમાં દિન-પ્રતિદિન કોરોના વાઇરસના કેસમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ડાયમંડ અને કાપડ ઉદ્યોગના માલિકને પોતાના કર્મચારીનો રેપિડ ટેસ્ટ પોતાના ખર્ચે કરવાનો આદેશ આપવામા આવ્યો છે. જેથી મંગળવારે નાના કારખાનામા કામ કરતા રત્નકલાકારોએ હીરા બાગ ખાતે આવેલા કોવિડ કેર સેન્ટર પર હોબાળો મચાવ્યો હતો. આ સાથે રત્નકલાકારોએ પોતાનો ટેસ્ટ મફત કરવાની માંગણી કરી હતી. આ દરમિયાન સ્થાનિક આરોગ્ય અધિકારી વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો અને કોવિડ સેન્ટરમા લગાવેલા સ્ટીકરો દૂર કરવામાં આવ્યાં હતા. આ અંગે રત્નકલાકાર સંઘના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, જો શાકભાજીના ફેરિયાઓનો ટેસ્ટ મફતમાં કરવામા આવતો હોય, તો રત્નકલાકાર પણ એક ગરીબ વર્ગથી જ આવે છે. જેથી તેમના રેપિડ ટેસ્ટ પણ ફ્રી થવા જોઇએ.