વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત થતાં પોલીસ સ્ટેશનમાં પણ કર્યા ધરણાં - latest news in Amreli
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9020090-779-9020090-1601622884346.jpg)
અમરેલી: ફી મુદ્દાને લઇને પ્રતીક ધરણાં પર બેઠેલા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સીટી પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ધરણાં શરૂ કર્યા હતા. તેમની અટકાયત બાદ પરેશ ધાનાણીએ જામીન પર છુટવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે ફી માફીના મુદ્દાને લઇને નેતા વિપક્ષ વધુ આક્રમક બન્યા છે.